My Detail for Public

My Mail ID Is Here

raj43_2006@yahoo.com

Saturday, April 24, 2010

નવસર્જન-આજથી મનોમન આ વાત નક્કી કરી લો

નવસર્જન-આજથી મનોમન આ વાત નક્કી કરી લો










............. એટલા મક્કમ બનજો કે કોઇ પણ ઘટના તમારી માનસિક શાંતિ હણી ના શકે









............. જેને-જેને મળો એ બધા સાથે વાતોનો વિષય સુખ ,સ ્વાસ્થ્ય અને સમૃદ્ધિ હોય









..............તમારા મિત્રોને એવી અનુભૂતિ કરાવો કે એમની અંદર કૈંક છે.









..............દરેક બાબતની સારી બાજુ નિહાળજો અને તમારા આશાવાદને સાચો પાડવા કોશિશ કરજો









..............ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિશે વિચારજો, ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ કરજો, અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા રાખજો.









.............બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી રહેજો જેટલા તમે તમારી સફળતા માટે હો.









.............ભુતકાળની ભૂલો ભુલી જઇને ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી લજો.









..............તમારા સ્વ-વિકાસમાં એટલા રચ્યા-પચ્યા રહો કે બીજાની કુથલી કરવા માટે તમારી પાસે સમય જ ના હોય





















v ચિંતા હણી ના શકે એટલા વિશાળ બની જજો,









v ક્રોધ સવાર ના થઇ શકે એટલા ઉમદા બની જજો









v ભય સતાવી ના શકે એટલા શક્તિશાળી બની જજો









v અને









v વિપદાઓ નજીક ફરકી ના શકે એટલા પ્રસન્ન રહેજો!

































પડકારોને અવરોધો નહીં,









અવરોધોને પડકારો!





























































































જીવનના સાત પગલાઃ









--------------------





















(૧) જન્મ - એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.





















(૨) બચપણ - મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે.





















(૩) તરુણાવસ્થા - કંઇ વિચારો,કંઇ આશાઓનો પહાડ છે.મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.





















(૪) યુવાવસ્થા - બંધ આંખોનું એ આંધળુ સાહસ છે.તેમા જોશ છે,ઝનુન છે,ફના થવાની ઉમ્મીદો અને કુરબાન થવાની આશા છે.













































(૫) પ્રૌઢાવસ્થા - ખુદને માટે કશુ ન વિચારતા બીજા માટે કરી છુટવાની ખુશી છે.કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.





















(૬) ઘડપણ - વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે.





















(૭) મરણ - જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે, નાડીએ નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખુલશે, ધર્મ-કર્મનો હિસાબ થશે, સ્વર્ગ-નરકનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છુટશે, સાત પગલા પુરા થશે.

































સાત પગલાની પાણી પહેલા પાળ બાંધો









----------------------------





















(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.





















(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો,માલીક નથી.





















(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે તે પોતે જ ચાલાક છે,પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડ છે ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે,માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો.





















(૪) જો તમને પહેરવા કપડા,રહેવા ઘર અને બે ટાઇમ અન્ન મળતું હોય તો ઉપરવાળાનો આભાર માનજો. તમારાથી બીજા કેટલા સુખી છે તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે તે જોશો તો તમારે માટે સ્વર્ગ અહીંજ છે.





















(૫) તમે પૈસાદાર હો કે ગરીબ,બધા અંતે મ્રુત્યુને જ વરે છે. મુખ્યવાતતો એ જ છે કે તમારી ખોટ કેટલાને પડી, તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ.





















(૬) કર્મનૂં ફળ અવશ્ય મળે છે, ક્યારે મળેએ કહેવાય નહી.કર્મની ગતિ અતિગહન છે.





















(૭) એક દિવસ જવાનું તો બધા માટે નક્કી જ છે તો પછી બધુ ભેગુ કરવા પાપના પોટલા કેમ બાંધો છો? જતી વખતે આ પોટલાનો ભાર તમારે જ ઉપાડવાનો છે,કોઇ મદદ નહી કરે.તમારા મનમાં જ્યારે કંઇ કરો છો ત્યારે બે અવાજ આવે છે.એક પાપનો અને બીજા પુન્યનો. પાપ તમને મોટા અવાજે ઉશ્કેરે છે,પરંતુ તમે જો પુન્યના અતિ ધીમા અવાજને અનુસરસો તો













































તમારુ કલ્યાણ નિશ્ચીત છે. હજુ મોડુ નથી થયું, આ ક્ષણથી સારા કાર્યો કરવા મંડી પડો.

No comments:

Post a Comment

Spottt

My Name is Raj