My Detail for Public

My Mail ID Is Here

raj43_2006@yahoo.com

Tuesday, February 22, 2011

ભારતને કાળાં નાણાં અંગેની માહિતી આપવા જર્મની સંમત

જર્મનીએ તેના દેશની બેન્કોમાં ગુપ્ત ખાતાઓ ધરાવતા ભારતીય નાગરિકો વિશે ભારતને માહિતી આપવાની ખાતરી આપી હતી. G-20 દેશોના નાણાંપ્રધાનો અને મધ્યસ્થ બેન્કોના ગવર્નરોની શનિવારે સમાપ્ત થયેલી બેઠકોની સાથોસાથ ભારત અને જર્મનીના નાણા પ્રધાનોએ પણ દ્વિપક્ષી બેઠકો યોજી હતી.
જર્મનીના નાણા પ્રધાન વોલ્ફગાંગ શીઅુબલ સાથે બેઠક દરમિયાન નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ 'લીચેટેન્સ્ટેન બેન્ક'માં ગુપ્ત ખાતાઓ ધરાવતા ભારતીય નાગરિકોની માહિતી આપવામાં જર્મનીની ભૂમિકાની તારીફ કરી હતી. જર્મન સરકાર પાસે જ્યારે પણ આવી માહિતી આવશે ત્યારે તે ભારત સરકારને આપવાની ખાતરી જર્મનીના નાણાપ્રધાને મુખરજીને આપી હતી.
જર્મનીએ ડબલ ટેક્સેશન એવોઇડન્સ ટ્રીટી (DTAA) ને સુધારવા તેમજ બન્ને દેશોની કાયદા અમલપાલન એજન્સીઓ વચ્ચે માહિતીનો વિનિમય થઈ શકે તેવી જોગવાઈઓને સામેલ કરવા બાબતે પણ સંમતિ દર્શાવી હતી. DTAA ને સુધારવા અંગે વાટાઘાટો ટૂંક સમયમાં શરુ કરાશે વર્તમાન સંધિ હેઠળ જર્મની બિનકરહેતુઓ માટે માહિતીનો વિનિમય કરી શકતું નથી. જર્મની કર સત્તાવાળાઓએ વિદેશી ચલણના કાયદાઓના ઉલ્લંઘન સંબંધિત ગુનાઓ સાથે કામ પાર પાડતી ભારતીય સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે માહિતીની આપ-લે કરવાની હોય છે.
ફ્રાન્સના આર્થિક, ઉદ્યોગ અને રોજગાર મંત્રાલયના પ્રધાન ક્રિસ્ટીન લાગાર્ડે સાથે પણ મુખરજીએ આ બાબતે મંત્રણા યોજી હતી. કાળાં નાણાંની હેરફેર અટકાવવા ટેક્સ હેવન્સ પર માહિતી આપવાનું દબાણ કરાવું જોઈએ તેમ પણ મુખરજીએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment

Spottt

My Name is Raj